બુધવાર, 14 જૂન, 2023

શાંતિવાદ અને યુદ્ધ (૧૯૪૨) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

 

Pacifism and the War ના આંશિક અનુવાદ 'શાંતિવાદ અને યુદ્ધ (૧૯૪૨)' ના પહેલા અંકમાં જ્યોર્જ ઑર્વેલ યુદ્ધ વિશેના તેમના રાજદ્વારી વિચારો રજૂ કરવાની પૂર્વભુમિકા બાંધી ચુક્યા છે.  

એ માટે તેઓએ પોતાની ચર્ચા શાંતિવાદ, મારો ભૂતકાળ અને વર્તમાન અને જ્યોર્જ ઑર્વેલ બૌદ્ધિકોના શિકાર માટે નીકળી પડ્યા છે એમ ત્રણ વિષયોમાં વહેંચી નાખી છે.

આજે પહેલા વિષય, શાંતિવાદ વિશે એમના વિચારો જાણીએ.  

 

શાંતિવાદ.

એવી પ્રાથમિક સામાન્ય સમજ છે કે નિષ્પક્ષ દૃષ્ટિએ જોઇએ તો શાંતિવાદ ફાસીવાદી તરફી છે. કેમકે એક મત એમ સ્પષ્ટપણે માને છે કે એક પક્ષના યુદ્ધના પ્રયત્નોને અવરોધવાથી  બીજા પક્ષને આપોઆપ મદદ થાય છે. વળી, હાલના યુદ્ધની જેમ આવાં કોઈ પણ યુદ્ધની બહાર રહી શકવાનો પણ કોઈ વાસ્તવિક માર્ગ હોતો નથી. વ્યવહારમાં, તો એ જ ચલણ છે કે 'જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે'. બ્રિટિશ ખલાસીઓએ આપણા માતે જે ખોરાક લાવવા માટે તેમના જીવનને જોખમમાં મૂકવું પડે છે તેવા ખોરાક પર નભતી વખતે આપણે એમ માનીએ કે આપણે સંઘર્ષથી કોઈક રીતે દૂર રહી શકીએ છીએ અને તેના કરતાં કંઈ સારૂ કરી રહ્યાં છીએ. હકીકતે તો એવો વિચાર, પૈસા અને સુરક્ષાનો ભૌતિકવાદી મધ્યમવર્ગીય, એક ભ્રમ માત્ર છે. મિસ્ટર સેવેજ ટિપ્પણી કરે છે કે 'આ પ્રકારના તર્ક અનુસાર, જર્મન અથવા જાપાની શાંતિવાદીઓ "નિષ્પક્ષપણે બ્રિટિશ તરફી" થયા કહેવાય.અલબત્ત, તેનો અભિપ્રેત અર્થ તો એ જ થયો કહેવાય ! તેથી જ તે દેશોમાં શાંતિવાદી પ્રવૃત્તિઓ માટે પરવાનગી નથી અપાતી (એ બંને દેશોમાં શાંતિવાદી હોવાની સજા શિરચ્છેદ છે, અથવા હોઈ શકે છે). તેની સામેજર્મનો અને જાપાનીઓ બ્રિટિશ અને અમેરિકન પ્રદેશોમાં શાંતિવાદના ફેલાવાને પ્રોત્સાહિત કરવા માટે શક્ય તેટલું બધું કરી છૂટે છે. જર્મનો એક બનાવટી 'સ્વાયંત્ય' (રેડીયો) સ્ટેશન પણ ચલાવે છે જે શાંતિ સંકલ્પ સંધ (Peace Pledge Union/P.P.U.) જેવો જ શાંતિવાદનો પ્રચાર કરે છે. તેમનું ચાલે તો તેઓ રશિયામાં પણ શાંતિવાદને પ્રોત્સાહિત કરે, પરંતુ  રશિયા સાથે વ્યવહાર કરવો એટલે માથાભારે બાળકો સાથે કામ લેવા જેટલું મુશ્કેલ છે. એ લોકોની શાંતિવાદની પિપુડી તે જ દેશો સામે અસરકારક હોઈ શકે છે જ્યાં, ભલે અમુક ચોક્કસ પ્રમાણમાં પણ, વાણીસ્વાતંત્ર્ય હજુ માન્ય છે; બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી શાંતિવાદ સર્વાધિકારવાદ માટે મદદરૂપ છે.

મને 'નૈતિક બાબત' તરીકે શાંતિવાદમાં રસ નથી. જો મિસ્ટર સેવેજ અને અન્ય લોકો એમ માનતા હોય કે કોઈને તાલકે બેસીને જર્મન સૈન્યને કોઈક રીતે પણ 'કાબુ' કરી શકાય છે, તો તેઓને તેમની એ કલ્પના મુબારક. પરંતુ તેમને ક્યારેક-ક્યારેક એ વિચાર પણ કરવા દો કે આ બધું શું સુરક્ષા, વધુ પડતા પૈસા કે પછી જે રીતે દુનિયા વાસ્તવમાં ચાલે છે તેનાં સીધાં સાદાં સરળ અજ્ઞાનથી પેદા થતો આભાસ તો નથી ને.  એક ભૂતપૂર્વ ભારતીય નાગરિક સેવામાં કામ કરનાર તરીકે અહિંસાની સફળતાના ઉદાહરણ તરીકે ગાંધીનાં નામનું ઉદાહરણ  સાંભળીને મને મોટે મોટેથી હસવું આવે છે. આજથી માડ વીસ વર્ષ પહેલાં એંગ્લો-ઈન્ડિયન વર્તુળોમાં વાંકદેખાઈપૂર્વક  સ્વીકારવામાં આવતું કે ગાંધી બ્રિટિશ સરકાર માટે ખૂબ જ ઉપયોગી હતા. જો જાપાનીઓ પણ ભારતમાં અડ્ડો જમાવે તો તેઓ તેમને ઉપયોગી જ નીવડે. ગાયોનાં ધણ પાછાં ફરે એટળાં સમય સુધી તાનાશાહી સરકારો 'નૈતિક બળ'નો સામનો કરી શકે છે; તેઓને જેનો ખરેખર ડર છે તે તો શારીરિક શક્તિ છે. પરંતુ શાંતિવાદના 'સિદ્ધાંત'માં બહુ રસ ન હોવા છતાં, મને એવી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં રસ છે કે જેના દ્વારા હિંસાની કથિત ભયાનકતા સાથે શરૂ થયેલા શાંતિવાદીઓ નાઝીવાદની સફળતા અને શક્તિથી આકર્ષિત થવાના સ્પષ્ટ વલણ પર આવી પહોંચે  છે. આવું કોઈ આકર્ષણ ન હોવાનું ઠોકી વગાડીને કહેનારા શાંતિવાદીઓ પણ દાવો કરવા લાગ્યા છે કે નાઝી વિજય જ ઇચ્છનીય છે. તમે લોકોએ મને મોકલેલા પત્રમાં, મિસ્ટર કમ્ફર્ટ માને છે કે કબજા હેઠળના પ્રદેશમાં એક કલાકારે 'જે તે જુએ જ છે તેવી દુષ્ટતા સામે વિરોધ કરવો' જોઈએ. જોકે તેઓ એમ પણ માને છે કે 'અસ્થાયી રૂપે યથાસ્થિતિને સ્વીકારીને' (જેમ કે ડીએટ અથવા બર્ગેરી) જ આમ સારી રીતે કરી શકાય થોડા અઠવાડિયા પહેલા તો તેઓ નાઝી વિજય કલા પર ઉત્તેજક અસર કરશે એમ માનીને એ વિજયની પણ આશા રાખતા હતા.

જ્યાં સુધી હું જોઈ શકું છું ત્યાં સુધી તો સંપૂર્ણ લશ્કરી પરાજય સિવાયના કોઈ પણ ઉપાયમાં સાહિત્ય અને શેરીમાંના માણસની સામાન્ય સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની કોઈ તક નથી. વ્યક્તિ કલ્પના કરી શકે છે કે જેટલી પ્રતિકૂળતા વધારે તેટલી આફત તરીકેના યુદ્ધના અલગ છૂટાં છવાયાં અર્થઘટનથી માંડીને કાલ્પનિક અને વાસ્તવિક દુર્ઘટનાની માનવીય અનુભૂતિ સુધીની કલ્પનાશીલ કાર્યના પ્રવાહની અચાનક અનુભૂતિ પણ વધારે, અને કવિતા દ્વારા અચાનક લાગણીઓની ભાવશુદ્ધિ પણ વધારે. જ્યારે ફ્રાન્સ, પોલેન્ડ અને ચેકોસ્લોવાકિયામાં યુદ્ધના વર્ષોનું સાહિત્ય આપણને ફરીથી સુલભ થશે, ત્યારે મને વિશ્વાસ છે કે તેમ જ અનુભવીશું. ('હૉરાઇઝોન'ને લખેલા પત્રમાંથી.)

જેમકે પોલેંડમાં સાહિત્યિક જીવન હજુ પણ ચાલુ છે એવું માનવા માટેનાં પૈસા-આશ્રિત સક્ષમ અજ્ઞાનને હું બાજુએ કરીને માત્ર એવી ટિપ્પણી કરું છું કે આ પ્રકારનાં નિવેદનો મને એ કહેવા માટે યોગ્ય ઠેરવે છે કે આપણા અંગ્રેજી શાંતિવાદીઓ સક્રિય ફાસીવાદ તરફી વલણ ધરાવે છે. જેઓ નિષ્પક્ષપણે અને અમુક અંશે ભાવનાત્મક રીતે ફાસીવાદી તરફી છે તેમની સામે મને ખાસ વાંધો પણ નથી. મને  તો 'હું કોઈપણની જેમ ફાસીવાદ વિરોધી છું, પરંતુ-- ' એવું કહેનારા અને એવા સૂત્રોચ્ચાર પાછળ આશ્રય લેનારા લોકોની બૌદ્ધિક કાયરતા સામે વાંધો છે. આવી કાયરતાનું પરિણામ એ આવે છે કે કહેવાતો શાંતિનો પ્રચાર પણ યુદ્ધના  પ્રચાર જેટલો જ અપ્રમાણિક અને બૌદ્ધિક રીતે ઘૃણાસ્પદ નીવડે છે. યુદ્ધના પ્રચારની જેમ, તે માત્ર એક 'દાખલા દલીલના મુદ્દાને' આગળ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમજ  વિરોધીઓના દૃષ્ટિકોણને અસ્પષ્ટ કરે છે અને અણઘડ પ્રશ્નોને ટાળે છે. સામાન્ય રીતે પ્રચલિત કથન છે ને કે,જેઓ ફાસીવાદ સામે લડે છે તેઓ પોતે જ ફાસીવાદી બની જાય છે.

આ ચર્ચા પર શક્ય છે તેવા સ્પષ્ટ વાંધાઓને ટાળવા માટે, નીચેની પ્રચાર-યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે:--

૧. યુદ્ધના પરિણામે બ્રિટનમાં જોવા મળી રહેલ ફાસીવાદીકરણ પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતે કરાતી  અતિશયોક્તિપૂર્ણ રજૂઆત છે.

૨. ફાસીવાદના, ખાસ કરીને તો, યુદ્ધ પૂર્વેના ઇતિહાસના વાસ્તવિક રીતે નોંધાયેલ પુરાવાઓની  અવગણના કરવામાં આવે છે, કે ક્યાં તો પછી 'પ્રચાર'  માત્ર તરીકે ગણીને તેની ઉપેક્ષા કરવામાં આવે છે. જો 'ધરી' રાષ્ટ્રોનું વર્ચસ્વ થાય તો વિશ્વ ખરેખર કેવું હશે તેની ચર્ચા પણ ટાળવામાં આવે છે.

૩. જેઓ ફાસીવાદ સામે સંઘર્ષ કરવા માગે છે તેઓ પર મૂડીવાદી 'લોકશાહી'ના પૂરા દિલથી બચાવ કરનારા હોવાનો આરોપ છે. શ્રીમંત દરેક જગ્યાએ ફાસીવાદી તરફી વલણ ધરાતા હોય છે અને ગરીબો કાયમ ફાસીવાદી વિરોધીઓ હોય છે એ હકીકત પર ઢાંકપિછેડો કરવામાં આવતો હોય છે.

૪. ખાનગીમાં એવો ઢોંગ કરવામાં આવે છે કે યુદ્ધ બ્રિટન અને જર્મની વચ્ચે જ છે. ફાસીવાદને જીતવા દેવામાં આવે તો રશિયા અને ચીનનું શું થશે એ વાત જ ટાળવામાં આવે છે. (મને મોકલેલા ત્રણ પત્રોમાં રશિયા કે ચીન વિશે એક શબ્દ પણ જોવા નથી મળતો.)

+                      +                      +                      +

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Pacifism and the Warનો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો