બુધવાર, 28 જૂન, 2023

ડેવિડ લેવિન્સ્કીની ઉન્નતિ – લેખક: અબ્રાહમ કહાન - પૂર્વભૂમિકા અને કથાવસ્તુ

 'ધ રાઇઝ ઑફ ડેવિડ લેવિન્સ્કી'ના લેખક અબ્રાહમ કહાન મૂળે તો તેમની ડાબેરી માન્યતાઓને કારણે રશિયાના તે સમયના શાસકોની સતામણીમાંથી ભાગી છૂટીને ઇ. સ. ૧૮૮૨માં અમેરિકામાં આવી વસેલા દેશાંતરવાસી હતા. અમેરિકામાં તેમણે યહૂદી અખબારોમાં પત્રકારત્વના વ્યવસાયમાં ધીમે ધીમે કરીને પોતાનું કાઠું કાઢ્યું હતું. વ્યાપાર ઉદ્યોગમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર અને પ્રપંચલીલાઓ પર કાદવ ઉછાળીને ઉઘાડા પડવા માટે જાણીતાં મૅક્ક્લ્યુર મેગેઝિનના સહતંત્રી બર્ટન જે. હેંડ્રીકે તેમને, પરિધાન વ્યાપારમાં યહુદી દેશાંતરવાસીઓની સફળ ભૂમિકા વિશે બે હપ્તામાં સમાવી શકાય તેવો લેખ લખવા આમંત્રણ આપ્યું. ૧૮૮૦થી અમેરિકાના તૈયાર કપડાંના ઉત્પાદન અને વ્યાપારમાં યહુદીઓની સફળતા વિષે સમગ્ર દેશને જાણ કરવાની આ તક અબ્રાહમ કહાને ઉપાડી લીધી ત્યારે તેમને દૂર દૂર સુધી એવો અંદેશો નહોતો કે તેમનું આ વૃતાંત બહુ નજદીકનાં ભવિષ્યમાં 'ધ રાઈઝ ઑફ ડેવિડ લેવિન્સ્કી'[1] જેવી એક કાલ્પનિક નવલકથામાં પરિણમશે. બે ભાગમાં લખવા ધારેલ લેખને સફળતાએ એ લેખોને એપ્રિલ થી જુલાઈ ૧૯૧૩ સુધી ચાલેલી એક સફળ લેખમાળા - ડેવિડ લેવિન્સ્કીની ઉન્નતિઃ એક અમેરિકી યહુદીની આત્મકથા / The Autobiography of an American Jew: The Rise of David Levinsky[2]માં રૂપાંતરિત કરી નાખી.

કથાવસ્તુ

પ્રસ્તુત નવલકથા ૧૪ ભાગોમાં વહેંચાયેલી છે,[3] જેના દ્વારા ડેવિડ લેવિન્સ્કીની જીવનકથા આપણી સમક્ષ ખુલે છે.

બાવન વર્ષની ઉંમરે પહોંચી ચુકેલો કરોડપતિ ઉદ્યોગપતિ સમજી શકતો નથી કે તે કેમ પોતાની જાતને અધૂરો, ખાલીખાલી, અનુભવી રહ્યો છે. ‘સૌથી વધુ વ્યક્તિ જ આ દુનિયામાં ટકી રહેશે’વાળા ડાર્વિનના સિધ્ધાંતની લેવિન્સ્કી પેદાશ છે. જ્યારે તે કોઈને છેતરે છે કે તેનો લાભ ઉઠાવે છે પોતાનાં એ પગલાંઓને તે આ સિદ્ધાંત વડે જ યોગ્ય ઠેરવતો રહ્યો છે. ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ ટકી જવાની માનવસહજ મનોવૃતિને કારણે બાળપણમાં તેની માતા અને તેના શિક્ષકો પાસેથી શીખેલા નૈતિક વર્તનના પાઠને તે ભુલવા લાગે છે. જે લોકો તેની સાથે આદર સાથે વર્ત્યા છે એ લોકોને ક્યાં તો આશ્રય ખોળવાનો કે પછી તેમનું શોષણ થવાનો અથવા તો બાજુ પર હડસેલાઈને ઉપેક્ષા પામવાનો વારો આવે છે. તે પ્રેમ, લગ્ન અને બાળકોનાં સ્વપ્નાં જુએ છે, ઝંખે છે કે તેનું પણ એક કુટુંબ હોય જેને તે પોતાનું કહી શકે. એ માટેની લગ્નના બજારમાંથી પત્નીની શોધ તેને ફેની કેપલાન સાથે લગભગ લગ્ન કરી લેવા સુધી લઈ જાય છે, પણ તે ક્યારેય લગ્ન કરી શકતો નથી. આવેશમાં આવી જઈ પોતાના જીવનનું પુત્ર માટે બલિદાન આપનારી પોતાની માતાને તેણે પોતાની બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થામાં જે રીતે પ્રેમ કર્યો છે તેના દ્વારા સ્ત્રીઓ સાથેની તેની પરાકાષ્ઠા કે નિષ્ફળતાની અનુભૂતિઓને સમજાવી શકાય છે. આમ તેના અમેરિકા દેશાંતર કરી જવાનાં એકાદ વર્ષ પહેલાં તે એ વાતે પિડાય છે કે માતાના મૃત્યુ પછીથી હવે તેણે પોતાની જીવન સફર પોતા પર ખેડી લેવાની છે.

તેના પિતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું, જેના કારણે, તેના સમગ્ર બાળપણ અને યુવાવસ્થા દરમિયાન, નાનો ડેવિડ મોટા પરિવારમાં ઉછર્યો હતો. તે છોકરીઓ તરફ કામૌત્તેજક વસ્તુ તરીકે આકર્ષાય છે. તેમના દ્વારા તે પોતાનું શોષણ કરવાની મંજૂરી આપે છે કારણ કે તેમનું ધ્યાન આકર્ષિત કરી રાખવાથી પોતાનું મિથ્યાભિમાન સંતોષાય છે. યહુદી ધર્મનાં પુસ્તકો હિબ્રુમાં વાંચવાનું શીખવાડતી સ્થાનિક હેડર (શાળા)માંથી આગળ વધીને લેવિન્સ્કી રૂઢિવદી યહુદી આધ્યાત્મિક વિદ્યાલય (યેશિવા)માં યહૂદી વિચારસરાણી શીખવા માટે અભ્યાસ કરે છે. પરંતુ તેના મનમાં જાગતી રહેતી જાતીય કલ્પનાઓને કારણે જે દિશામાં તેણે પોતાની અભિરૂચીને બળપૂર્વક વાળવા પ્રયાસ કર્યો હતો એવા યહુદીઓના નાગરિક અને ક્રિયાકાંડના કાયદા, તાલમડ,માં, તેની રુચિ વિકસતી નથી જ્યારે દેશાંતર કરવાની તક આવે છે, ત્યારે તે તેનો લાભ લઈને અમેરિકા જાય છે, જ્યાં એક દેશાંતરવાસી તરીકે તેનું જીવન શરૂ થાય છે. મોટાભાગના દેશાંતરવાસીઓમાં અમેરિકા નિવાસને કારણે મોટાં પરિવર્તન આવે છે તેવી તેની માન્યતા હતી. પણ તેની એ ધારણાથી વિપરીત, કોઈ એવાં પરિવર્તનમાંથી તે પસાર થતો નથી, તેનો "બીજો જન્મ" (પૃષ્ઠ ૯૩) નથી થતો. આમ થવાનું એક કારણ એ પણ છે કે તેણે એન્ટોમીર છોડ્યું તે પહેલાં જ તેનામાં પરિવર્તનનાં બીજ અંકુરિત થઇ ચુક્યાં હતાં.

અમેરિકામાં તેના આગમન પછીના શરૂઆતના થોડા દિવસોથી લઈને જ્યાં સુધી તે કપડાના ઉત્પાદનમાં સફળતા મેળવવાનું શરૂ કરે છે, ત્યાં સુધીમાં તાલમડમાં તેની રહીસાહી રુચિ સંપૂર્ણપણે ઓછી થઈ ગઈ છે. તે કૉલેજમાં જઈને તેનું શિક્ષણ ચાલુ રાખવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરે છે, પરંતુ કંઈ પણ ભણવામાં તેનું ચિત્ત નથી ચોટતું. નાણાકીય સફળતાના અભિગમ સાથે તેનું કૉલેજનું સ્વપ્ન, સંપત્તિ માટેની તેની ઇચ્છા, વિશેષ રીતે. પ્રબળ થતી જાય છે. એક આદર્શ સ્ત્રી માટેની તેની ઝંખના, તેની માતા અને તેની જાણીતી અથવા તેણે જોયેલી કેટલીક છોકરીઓ અને સ્ત્રીઓનું સંયોજન બની રહે છે.

જે દરેક નવી સ્ત્રીને તે મળે છે તે તેને માટે લલચાવવા માટેની કે કલ્પનામાં દેખાતી વસ્તુ છે, પરંતુ પ્રેમ નથી. તેની આ મનોદશા પ્રથમ વખત કેટસ્કિલ્સમાંની એક વૈભવી યહૂદી હોટેલ, રીગી કુલમ હાઉસમાં ટેનિસ રમતાં જોવા મળેલી અન્ના ટેવકિન પ્રત્યે આકર્ષણ અનુભવ્યા સુધી ચાલુ રહે છે. આ એ રીગી કુલમ હાઉસ છે જ્યાં કહાન જેમને ("ઓલ રાઈટ" માંથી ઉદભવેલ) "ઓલરાયટનિક્સ" કહે છે એવાં મહેમાનોનો ફેશનપ્રચુર દેખાડો ફેલાયેલો જ જોવા મળશે, પહાડોમાં તેમનાં ઉનાળો વિતાવવા માટેનાં કુટીરમાં પોતાની વાગ્દત્તા અને તેના પરિવારને તે મળવા જવાનો હતો ત્યારે ધાર્મિક રિવાજને પાળવા માટે કરીને સેબથના દિવસે મુસાફરી ટાળવા માટે લેવિન્સ્કી રાતવાસો રિગી કુલમ ખાતે કરે છે. કેમકે તેને એમ લાગે છે કે સેબથના દિવસોમાં મુસાફરી કરવાથી હિબ્રુ ધર્મના પ્રતિબંધનો ભંગ થાય તો તેના ભાવિ સસરા નારાજ થઈ શકે છે. પરંતુ જ્યારે એક કવિની આકર્ષક યુવાન પુત્રી જેની રોમેન્ટિક લવ સ્ટોરી તે જાણે છે એવી અન્નાને એ ત્યાં જુએ છે ત્યારે તેના પર તે મોહી પડે છે.

તેના માતાપિતાના રોમાંસને કારણે લેવિન્સ્કીની સક્રિય કલ્પનામાં સદા ઉન્નત એવી અન્ના માટેની તેના મનમાં છવાઈ ગયેલી છબી લેવિન્સ્કીની સગાઈ માટે ઘાતક સાબિત થાય છે. અન્ના પ્રત્યેનું તેનું આકર્ષણ એક વળગાડ બની જાય છે એ વળગાડને કારણે અન્નાના પિતાની રહેમ નજર મેળવવા માટે રિયલ એસ્ટેટની તેજીમાં લેવીન્સ્કીએ કરેલાં વધુ પડતાં રોકાણો કરતી વખતે પોતાની પાસેનું લગભગ બધું જ ગુમાવી દેવાની નોબત આવી ઉભે છે. જેના ન્યૂ યોર્કનાં ઘરમાં પડ્યા પાથર્યા રહેતા ઉદ્દામવાદીઓ અને તરંગી લોકો વડે જેનું બહુ જ પ્રતિભાશાળી ચિત્રણ થયું છે એવા અન્નાના ઘરડા થતા જતા રશિયન કવિ પિતાને જેટલો વાડી વજીફાનો વળગાડ છે એટલો જ વળગાડ છે લેવિન્સ્કીને તેની દીકરી, અન્ના, માટે છે. વધારે પડતાં આત્મવિશ્વાસ (ચટ્ઝપાહ)થી પ્રેરાઈને લેવિન્સ્કી અન્નાના હાથની બીજી વખત માગણી કરે છે. ત્યારે લેવીન્સ્કીની આવી ઉદ્ધતાઈથી ઉબાઈ ગયેલી અન્ના તેને હમેશા માટે કાઢી મૂકે છે. જ્યારે રિયલ એસ્ટેટની તેજી પડી ભાંગે છે ત્યારે જેની સાથે તેણે પહેલાં પણ ધંધો કર્યો છે એવા એક વિદેશીની મદદથી લેવિન્સ્કી નાણાકીય સ્થિરતા પાછી મેળવે છે, પણ હવે તેનાં રોમેન્ટિક સ્વપ્નો રોળાઈ ચૂક્યાં છે. તે પહેલાં ક્યારેય ન અનુભવી હોય એવી, જેનો કોઈ ભૂતકાળ છે નહીં, જે એવાં ભવિષ્યની ઝંખના કરે છે જે તેની પહોંચની બહાર દેખાય છે એવા એક નાહિમ્મત કરોડપતિને થતી, લાગણી અનુભવે છે.

સમગ્ર નવલકથામાં ડેવિડ લેવીન્સ્કી આપણી સમક્ષ એક બહુ જ સંકુલ વ્યક્તિત્વ જ બની રહેલ છે. પોતાની જે જે નબળાઈઓ તે પોતે પોતામાં જોવાની જેટલી પ્રમાણિકતા નથી દાખવી શક્યો એ બધી જ પ્રમાણિકતાથી તે વાચક સામે રજૂ થયેલ છે. તેનાં વ્યક્તિત્વની આવી રજૂઆતને કારણે નવલકથાને એક યહૂદી દેશાંતરવાસીની કથા માત્ર બની રહેવાને બદલે એક ઊંચી કક્ષાની સાહિત્ય કૃતિઓમાં સ્થાન મળેલ છે.



        હવે પછી ડેનીયલ એકસ્ટ દ્વારા કરાયેલ આ નવલકથાનું  વિશદ વિવેચન ટોચ પરની નિરર્થકતા Nothingness at the top of the heap ની વાત કરીશું.



[2] Cahan, Abraham. "The Autobiography of an American Jew: The Rise of David Levinsky." Illustrated by Jay Hambridge. McClure's Magazine, April 1913, pp. 92–106; May 1913, pp. 73–85; June 1913, pp. 131–132; 134, 138, 141–142; 145, 147–148; 151–152; July 1913, pp. 116–128.


[3] Plot summary – The Rise of David Levinsky

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો