બુધવાર, 21 ફેબ્રુઆરી, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૨]

 As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદના પહેલા અંકથી આગળ

હજાર વાર બોલાતું અસત્ય પણ સત્ય લાગવા લાગે છે એવું જે કહેવાય છે તે અમસ્તું જ તો નહીં જ હોય! તેમાં પણ ઇતિહાસની વાત આવે ત્યારે તો ઇતિહાસની ઘટનાઓને કોણ લખે છે એ પણ મહત્ત્વનું બની જતું હોય છે. જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ  મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ [૨] માં જ્યોર્જ ઑર્વેલ કહે છે કે 'ઇતિહાસ હંમેશાં વિજેતાઓ લખે છે'. એમનો કહેવાનો ભાવાર્થ એ છે કે એ ઇતિહાસ વિજેતાની રાજકીય વિચારસરણી કે શાસન પદ્ધતિને અનુસાર જ લખાતો હોય છે. એ સમયની પેઢી પછી નવી આવનારી પેઢીઓ માટે તો એ ઇતિહાસ જ હકીકત બની જવાનો છે. અને તેથી જ, કદાચ, તેઓ 'ભવિષ્યના ઇતિહાસકારની નોકરીની ઈર્ષ્યા' નથી કરતા !

+                 +                      +                      +

૪ ફેબ્રુઆરી, ૧૯૪૪
જ્યારે સર વોલ્ટર રેલે લંડનના ટાવરમાં કેદ હતા, ત્યારે તેમણે વિશ્વનો ઇતિહાસ લખવામાં પોતાની જાતને વ્યસ્ત કરી લીધી હતી. તેમણે પહેલો ભાગ પૂરો કર્યાના બીજા દિવસે કામ કરી રહ્યા હતા ત્યારે તેમની કોટડીની બારી નીચે કેટલાક કામદારો વચ્ચે ઝપાઝપી થઈ અને તેમાંના એક માણસનું મોત થયું હતું. ખુબજ ચીવટપૂર્વક પૂછપરછ કરવા છતાં, અને તેમણે ખરેખર વસ્તુ બનતી જોઈ હતી તે હકીકત હોવા છતાં, સર વોલ્ટર ક્યારેય આ ઝઘડો શું હતો તે શોધી શક્યા ન હતા; તેથી, એવું કહેવાય છે કે - અને જો આ વાત સાચી ન હોય તો તે ચોક્કસપણે હોવી જોઈએ - તેમણે જે લખ્યું હતું તે બાળી નાખ્યું અને તેમના પ્રોજેક્ટને છોડી દીધો.

આ વાત મારા મગજમાં છેલ્લા દસ વર્ષમાં કેટલી વાર આવી છે તે ખબર નથી, પરંતુ હંમેશા એ વિચાર સાથે જ આવી છે કે રેલે કદાચ ખોટા હતા. તે દિવસોમાં સંશોધનની તમામ મુશ્કેલીઓને, અને જેલમાં સંશોધન હાથ ધરવાની મુશ્કેલીઓને તો ખાસસ્વીકારીને પણ કહી શકાય કે, તેઓ કદાચ એવા વિશ્વ ઇતિહાસનું નિર્માણ કરી શક્યા હોત જે ઘટનાઓની સાચી દિશા સાથે કંઈક સામ્યતા ધરાવતો હોય. એકદમ હમણાં સુધી, ઇતિહાસના પુસ્તકોમાં નોંધાયેલી મુખ્ય ઘટનાઓ સંભવતઃ બની હતી. હેસ્ટિંગ્સનું યુદ્ધ ૧૦૬૬ માં લડવામાં આવ્યું હતું, કોલમ્બસે અમેરિકાની શોધ કરી હતી, હેનરી છ્ઠ્ઠાને છ પત્નીઓ હતી, વગેરે કદાચ સાચું છે.  કોઈ હકીકત આપણને ન ગમતી હોવા છતાં પણ સાચી હોઈ શકે છે તે સ્વીકારવામાં આવે તો સત્ય એક હદ સુધી શક્ય છે. દાખલા તરીકે, છેલ્લા યુદ્ધના અંત સુધી પણ એન્સાઈક્લોપીડિયા બ્રિટાનીકા માટે,તેના લેખોનું સંકલન, આંશિક રીતે, વિવિધ અભિયાનોના જર્મન સ્ત્રોતોમાંથી લીધેલા અહેવાલો પરથી  કરવું શક્ય હતું. જાનહાનિના આંકડા જેવાં કેટલાંક તથ્યો તટસ્થ માનવામાં આવ્યા હતા અને દરેક દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. હવે એવું કંઈ શક્ય નહીં બને. વર્તમાન યુદ્ધના નાઝી અને ગૈર-નાઝી સંસ્કરણો એકબીજા સાથે કોઈ સમાનતા ધરાવશે નહીં, અને  આખરે ઇતિહાસના પુસ્તકોમાં શું આવે છે તે પુરાવા પદ્ધતિઓ દ્વારા નહીં પરંતુ યુદ્ધના મેદાન પર નક્કી કરવામાં આવશે.

સ્પેનિશ ગૃહયુદ્ધ દરમિયાન હું ચોક્કસપણે અનુભવતો હતો કે આ યુદ્ધનો સાચો ઇતિહાસ ક્યારેય લખી શકાશે નહીં. સચોટ આંકડાઓ, શું થઈ રહ્યું હતું તેના નિરપેક્ષ અહેવાલો, અસ્તિત્વમાં જ ન હતા. સ્પેનિશ સરકાર હજી અસ્તિત્વમાં હતી, અને વિવિધ રિપબ્લિકન જૂથો એકબીજા વિશે અને દુશ્મન વિશે જે જૂઠાણું બોલતા હતા તે પ્રમાણમાં નાનાં હતા, તેમ છતાં મને ૧૯૩૭માં પણ એમ લાગ્યું હતું કે હવે આખો મુદ્દો કેમ ટકી રહ્યો છે? જો ફ્રાન્કોને ઉથલાવી દેવામાં આવે તો પણ, ભાવિ ઇતિહાસકારને કયા પ્રકારના દસ્તાવેજોનો આધાર મળશે? અને જો ફ્રાન્કો અથવા તેના જેવું લાગતું કોઈ પણ, સત્તામાં રહે, તો તો યુદ્ધના ઇતિહાસમાં મોટાભાગે એવાં જ 'તથ્યો' હશે જે હવે પછીથી રહેતા લાખો લોકો  એ બધું જૂઠાણું હોવાનું જાણતા હશે. દાખલા તરીકે, આવાં 'તથ્યો'માંનું એક એ છે કે સ્પેનમાં નોંધપાત્ર સંખ્યાબળમાં રશિયન સૈન્ય હતું. એટલે સુધીના પુષ્કળ પુરાવા છે કે આવું કોઈ સૈન્ય હતું નહીં. તેમ છતાં જો ફ્રાન્કો સત્તામાં રહે છે, અને જો સીધી સાદી સામાન્ય રીતે ફાશીવાદ ટકી રહે, તો તે રશિયન સૈન્ય ઇતિહાસના પુસ્તકોમાં રહેશે અને ભાવિ શાળાના બાળકો તેના પર વિશ્વાસ પણ કરશે. આમ, વ્યવહારિક દૃષ્ટિએ, અસત્ય સત્ય બની જશે.


આ પ્રકારની વસ્તુ દરેક સમયે થતી રહી છે. ઉપલબ્ધ હોવાં જોઈએ તેવા લાખો ઉદાહરણોમાંથી
, ચકાસી શકાય તેવું હું એક પસંદ કરીશ. ૧૯૪૧ અને ૧૯૪૨ના ભાગ દરમિયાન, જ્યારે જર્મન હવાઈદળ  રશિયામાં વ્યસ્ત હતું, ત્યારે જર્મન રેડિયોએ તેના પોતાના શ્રોતાઓને લંડન પર વિનાશકારી હવાઈ હુમલાઓની કથાઓનાં વર્ણનોથી મજા કરાવી. પરંતુ, આપણે જાણીએ છીએ કે એવા હુમલાઓ થયા નહોતા. પરંતુ જો જર્મનો બ્રિટન પર વિજય મેળવે તો આપણા જ્ઞાનનો શું ખપ રહે? ભાવિ ઇતિહાસકારના હેતુઓ માટે, શું તે હુમલાઓ થયા હતા, કે નહોતા થયા? જવાબ છે: જો હિટલર બચી ગયો, તો એ મુજબ થયું હતું, અને જો તે ગયો, તો એવું કેશું બન્યું જ નથી.. તેથી છેલ્લા  દસ કે વીસ વર્ષની અસંખ્ય અન્ય ઘટનાઓ સાથે. શું સિયોનના વરિષ્ઠોના કરાર (Protocols of Eders of Zion) સાચા દસ્તાવેજ છે? શું ટ્રોત્સ્કીએ નાઝીઓ સાથે કાવતરું કર્યું હતું? બ્રિટનના યુદ્ધમાં જર્મનીના કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં? શું યુરોપ નવી વ્યવસ્થાનું સ્વાગત કરે છે? કોઈ પણ સંજોગોમાં, આપણને કોઈ એક એવો જવાબ  નહી મળે જે સાર્વત્રિક રીતે એટલે સ્વીકૃત છે કે તે સાચો છે: દરેક કિસ્સામાં આપણને સંખ્યાબંધ તદ્દન અસંગત જવાબો મળશે, જેમાંથી એક એવો હશે જે શારીરિક સંઘર્ષના અંતે આખરે અપનાવવામાં આવશે. ઇતિહાસ, હંમેશાં, વિજેતાઓ દ્વારા લખવામાં આવે છે.

છેલ્લા વિશ્લેષણમાં આપણો વિજય માટેનો એકમાત્ર દાવો એ છે કે જો આપણે યુદ્ધ જીતીશું તો તેના વિશે આપણા વિરોધીઓ કરતાં ઓછા જૂઠાણાં બોલીશું. સર્વાધિકારવાદ વિશે ખરેખર ભયાનક બાબત એ નથી કે તે 'અત્યાચાર' કરે છે પરંતુ એ છે કે તે નિરપેક્ષ સત્યના ખ્યાલ પર હુમલો કરે છે; તે ભૂતકાળ તેમજ ભવિષ્યને નિયંત્રિત કરવાનો દાવો કરે છે.  તમામ જૂઠ અને હું - સાચો વૃત્તિને તમામ રીતે યુદ્ધ દ્વારા પ્રોત્સાહન અપાતું હોવા છતાં, મને પ્રામાણિકપણે નથી લાગતું કે એવું કહી શકાય કે મનની આદત બ્રિટનમાં વધી રહી છે. એક વસ્તુને બીજી સાથે રાખીને, મારે કહેવું જોઈએ કે આજે અક્બરા જગત યુદ્ધ પહેલાંની સરખામણીમાં થોડું મુક્ત છે. હું મારા પોતાના અનુભવથી જાણું છું કે હવે એવી વસ્તુઓ છાપી શકાય છે જે દસ વર્ષ પહેલા છાપી શકાતી નહોતી.. છેલ્લા યુદ્ધની સરખામણીએ આ યુદ્ધમાં યુદ્ધ વિરોધીઓ સાથે કદાચ ઓછો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, અને જાહેરમાં અપ્રિય અભિપ્રાયની અભિવ્યક્તિ ચોક્કસપણે વધુ સલામત છે. તેથી, થોડી આશા છે કે, સત્યને આપણી બહારની વસ્તુ તરીકે વિચારતાં, કંઈક શોધવાનું છે એમ માનતાં, જેમ જેમ આગળ વધીએ તેમ તેમ તેમાં પૂર્તિ ન કરી શકાય એવાં. ઉદારવાદી માનસની આદત ટકાવી રાખી શકાશે.શે. તેમ છતાં, હું હજુ પણ ભાવિ ઇતિહાસકારની નોકરીની ઈર્ષ્યા કરતો નથી.  વર્તમાન યુદ્ધમાં થયેલી જાનહાનિનો અંદાજ પણ અમુક લાખોની ચોક્કસ સંખ્યામાં નથી લગાવી શકાતો એ શું આપણા સમય પરની વિચિત્ર ટીકા નથી?

+                 +                      +                      +

Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society


જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.

 





+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો