બુધવાર, 18 માર્ચ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૬]

 જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ

ટ્રિબ્યુન
૧૩ ઓક્ટોબર, ૧૯૪૪


તાજેતરમાં મને નીચેની વાર્તા કહેવામાં આવી હતી, અને મારી પાસે તે સાચી છે તે માનવા માટે પુરતાં કારણ છે.
ફ્રાન્સમાં પકડાયેલા જર્મન કેદીઓમાં ચોક્કસ સંખ્યામાં રશિયનો પણ છે. થોડા સમય પહેલા બે કેદીઓને પકડવામાં આવ્યા હતા જેઓ રશિયન અથવા અન્ય કોઈ એવી ભાષા બોલતા નહોતા જે તેમના બંદીવાનો અથવા તેમના સાથી કેદીઓને આવડતી હોય. હકીકતમાં, તેઓ ફક્ત એકબીજા સાથે વાતચીત કરી શકતા હતા. ઓક્સફર્ડથી લાવવામાં આવેલા સ્લેવોનિક ભાષાઓના પ્રોફેસર, તેઓ શું કહી રહ્યા હતા તે કંઈ સમજી શક્યા નહીં. પછી એવું બન્યું કે ભારતની સરહદો પર સેવા આપી ચૂકેલા એક સાર્જન્ટે તેમને બોલતા સાંભળ્યા અને તેમની ભાષા ઓળખી, જે તે થોડી બોલી શકતો હતો. તે તિબેટીયન હતી! થોડી પૂછપરછ કર્યા પછી, તે તેમની વાત બહાર કાઢવામાં સફળ રહ્યો.

કેટલાક વર્ષો પહેલા તેઓ સોવિયેત યુનિયનમાં સરહદ પાર કરીને ભટકી ગયા હતા અને તેમને મજૂર બટાલિયનમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જર્મની સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે તેમને પશ્ચિમ રશિયા મોકલવામાં આવ્યા હતા. જર્મનો દ્વારા તેમને કેદી બનાવવામાં આવ્યા હતા અને ઉત્તર આફ્રિકા મોકલવામાં આવ્યા હતા; પછીથી તેમને ફ્રાન્સ મોકલવામાં આવ્યા, પછી જ્યારે બીજો મોરચો ખુલ્યો ત્યારે તેમને એક લડાયક ટુકડીમાં ફેરવવામાં આવ્યા, અને બ્રિટિશરો દ્વારા તેમને કેદી બનાવવામાં આવ્યા. આ બધા સમય દરમિયાન તેઓ એકબીજા સિવાય કોઈની સાથે વાત કરી શકતા ન હતા, અને તેમને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે અથવા કોણ કોની સાથે લડી રહ્યું છે.

જો તેમને હવે બ્રિટિશ સૈન્યમાં ભરતી કરવામાં આવે અને જાપાનીઓ સામે મધ્ય એશિયામાં ક્યાંક, તેમના વતનનાં ગામની ખૂબ નજીક લડવા માટે મોકલવામાં આવે, તો આખી વાત સારી રીતે પુરી થાય, , પરંતુ હજુ પણ તે શું છે તે અંગે ખૂબ જ મૂંઝવણમાં ર રહેવાના.

એક ભારતીય પત્રકારે મને બર્નાર્ડ શૉ સાથેના તેમના ઇન્ટરવ્યુનો એક ભાગ મોકલ્યો છે. શૉ એકાદ બે સમજદાર વાતો કહે છે અને કહે છે કે કોંગ્રેસના નેતાઓની ધરપકડ ન થવી જોઈતી હતી, પરંતુ એકંદરે તે એક ઘૃણાસ્પદ પ્રદર્શન છે. અહીં કેટલાક નમૂનાઓ છે:

પ્રશ્ન: ધારો કે તમે ભારતના રાષ્ટ્રીય નેતા હોત, તો તમે બ્રિટિશરો સાથે કેવો વ્યવહાર કર્યો હોત? ભારતીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે તમારી પદ્ધતિઓ શું હોત?

જ: મહેરબાની કરીને એવી પરિસ્થિતિની કલ્પના ન કરો જે ક્યારેય બની શકવાની નથી. ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવી મારો વ્યવસાય નથી.

પ્રશ્નઃ તમારા મતાનુસાર બ્રિટીશ લોકોને ભારતમાંથી બહાર કાઢવાનો સૌથી અસરકારક રસ્તો શું છે? ભારતીય લોકોએ શું કરવું જોઈએ?

જ: તેમનું કામ વધુ સારી રીતે કરીને તેમને અનાવશ્યક બનાવો. અથવા આંતરજ્ઞાતિય પરફલીકરણ દ્વારા તેમના જેવા બનો. બ્રિટીશ બાળકો ભારતમાં ખીલતા નથી.

જે લોકો મોટી અને વાજબી ફરિયાદ હેઠળ કચડાઈ કરી રહ્યા છે તેમને માટે આ કેવા પ્રકારના જવાબો છે? શૉ ગાંધીજીને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલવાનો પણ ઇનકાર કરે છે, કારણ કે આ એક એવી પ્રથા છે જે તેઓ ક્યારેય અનુસરતા નથી, અને ભારતીય લોકોને સલાહ આપે છે કે  યુદ્ધ દરમિયાન ભારતે આ દેશમાં એકઠા કરેલા વિશાળ જમા સિલકને જો બ્રિટન નકારી કાઢે તો ચિંતા ન કરો. મને આશ્ચર્ય થાય છે કે આ ઇન્ટરવ્યૂ કેટલાક યુવાન ભારતીય વિદ્યાર્થી પર શું છાપ પાડશે જે બે વર્ષથી જેલમાં છે અને બર્નાર્ડ શૉને બ્રિટનના અગ્રણી 'પ્રગતિશીલ' વિચારકોમાંના એક તરીકે માને છે? એમાં કાંઈ આશ્ચર્યજનક લાગે ખરૂં કે જો ખૂબ જ સમજુ ભારતીયો પણ 'બધા અંગ્રેજો સમાન છે' એવી વારંવાર શંકા કરવા માટે જવાબદાર ન ગણી શકાય?

સર ઓસ્બર્ટ સિટવેલના નાના પુસ્તક (એ લેટર ટુ માય સન, જુઓ 'એઝ આઈ પ્લીઝ ૧૯૪૪, ૮ સપ્ટેમ્બર) અને તેના પરના મારા નિવેદનો, અસામાન્ય રીતે મોટા પ્રમાણમાં પત્રવ્યવહારમાં પરિણમ્યાં. એ પત્રવ્યવાહારમાં ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાઓ પર વધુ ટિપ્પણી કરવાની જરૂર લાગે છે.


એક સંવાદદાતાએ આખી સમસ્યાનો ઉકેલ એ રીતે આપ્યો કે સમાજ કલાકારો વિના પણ સારી રીતે ચાલી શકે છે. તે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ડોકટરો, ઈંટકામ કરનારાઓ અથવા રસ્તા સમાકરામ કરનારો વિના પણ ચાલી શકે છે - કમસે કમ, હાલ પૂરતું. આગામી વર્ષના પાકની વાવણી કર્યા વિના પણ ચાલી શકે છે. જો કે તે સમજી શકાય કે એમ કરવાથી દરેક વ્યક્તિ લગભગ બાર મહિનામાં ભૂખે મરશે.

આ ખ્યાલ ખૂબ વ્યાપક છે અને જે લોકો વધુ સારી રીતે જાણતા હોવા જોઈએ તેમના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. તે ફક્ત સમસ્યાને એક નવા સ્વરૂપમાં ફરીથી રજૂ કરે છે. કલાકાર જે કરે છે તે દૂધવાળો અથવા કોલસા-ખાણિયો જે કરે છે તે રીતે તાત્કાલિક અને સ્પષ્ટપણે જરૂરી નથી. સિવાય કે હજુ સુધી આવ્યો નથી એવા આદર્શ સમાજમાં, કે પછી ખૂબ જ અસ્તવ્યસ્ત અને સમૃદ્ધ યુગ જેમ  હમણાં જ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં.  વ્યવહારમાં આનો અર્થ એ છે કે કલાકાર માટે, શાસક વર્ગ, ચર્ચ, રાજ્ય અથવા રાજકીય પક્ષ જેવો, કોઈ પ્રકારનો આશ્રયદાતા હોવો જોઈએ.. અને 'કયું શ્રેષ્ઠ છે?' પ્રશ્નનો સામાન્ય રીતે અર્થ એ થાય છે 'કયું ઓછામાં ઓછું દખલ કરે છે?'


ઘણા સંવાદદાતાઓએ જણાવ્યું છે કે એક ઉકેલ એ છે કે કલાકાર પાસે આજીવિકાનું વૈકલ્પિક સાધન હોય. શ્રી પી. ફિલિપ્સ પ્રાઈસ કહે છે,  B.B.Q, M.O.I., રેન્ક (જે. આર્થર રેન્ક ફિલ્મ પ્રોડક્શન્સ) અથવા C.E.M.A. (સંગીત અને કલાના પ્રોત્સાહન માટે પરિષદ) ના સમર્થનને સ્વીકારવું  અને સમાજવાદ મોટે પોતાને સમર્પિત કરવું અને લખવું 'તે તદ્દન શક્ય છે.'... એકમાત્ર રસ્તો, પાર્ટ-ટાઇમ જેવી કોઈ નાની સુની કોઈ પ્રકારની વેશ્યાવૃત્તિનો છે.'  પરંતુ, અહીં મુશ્કેલી એ છે કે લેખન અથવા અન્ય કોઈપણ કલાનો અભ્યાસ ઘણો સમય અને શક્તિ લે છે. વધુમાં, યુદ્ધ સમયે લેખકને જે પ્રકારની નોકરી મળે છે, જો તે સેનામાં ન હોય (અથવા જો તે હોય તો પણ - કારણ કે હંમેશા જાહેર સંપર્કની તો જરૂર હોય છે), તે સામાન્ય રીતે પ્રચાર સાથે કંઈક સંબંધ ધરાવતી હોય છે. પરંતુ આ પોતે જ એક પ્રકારનું લેખન છે. પ્રચાર પત્રિકા કે રેડિયો ફીચર લખવા માટે પણ એટલી જ મહેનત કરવી પડે છે જેટલી તમે માનો છો તે લખવા માટે પડતી હોય છે. એટલો જ તફાવત છે કે તૈયાર થયેલી નિપજ ઉત્પાદન નકામી હોય છે. હું એવા લેખકોની આખી યાદી આપી શકું છું જેમને હવે કોઈ સત્તાવાર નોકરીમાં નારંગીની જેમ સૂકવી નાખવામાં આવી રહ્યા છે. એ સાચું છે કે મોટાભાગના કિસ્સાઓમાં તેમની આ પસંદગી સ્વૈચ્છિક છે. તેઓ યુદ્ધ જીતવા માંગે છે, અને તેઓ જાણે છે કે દરેકે કંઈક બલિદાન આપવું પડશે. પરંતુ તેમ છતાં પરિણામ એ જ રહે છે. તેઓ યુદ્ધમાંથી બહાર આવશે ત્યારે તેમની મહેનત  બદલ કંઈ બતાવવાનું રહેશે નહીં. સૈનિકને તેના શારીરિક દુઃખના બદલામાં મળેલો એકઠો કરેલો અનુભવ પણ નહીં લેખકને ફાળે નહીં હોય.


જો કોઈ લેખક પાસે વૈકલ્પિક વ્યવસાય હોવો જોઈએ, તો તે વધુ સારું એ રહે કે તેનો લેખન સાથે કોઈ સંબંધ ન હોય. બે નોકરીઓનો ખાસ કરીને સફળરીતે કરી શકનાર ટ્રોલોપ હતો, જેણે પોસ્ટ ઓફિસમાં પોતાના કામ પર જતા પહેલા દરરોજ સવારે સાત થી નવ વાગ્યાની વચ્ચે બે હજાર શબ્દો લખ્યા હતા. પરંતુ ટ્રોલોપ એક અપવાદરૂપ વ્યક્તિ હતો.  તે અઠવાડિયામાં ત્રણ દિવસ શિકાર પણ કરતો હતો અને સામાન્ય રીતે મધ્યરાત્રિ સુધી રમતો રહેતો હતો, તેથી મને શંકા છે કે તેણે પોતાની સત્તાવાર ફરજોમાં વધારે પડતું કામ કર્યું ન હતું. અન્ય સંવાદદાતાઓએ ધ્યાન દોર્યું કે ખરેખર સમાજવાદી સમાજમાં કલાકાર અને સામાન્ય માણસ વચ્ચેનો ભેદ અદૃશ્ય થઈ જશે. બહુ સંભવ છે, પરંતુ પછી આવો કોઈ સમાજ હજુ અસ્તિત્વમાં નથી. અન્ય લોકોએ યોગ્ય રીતે દાવો કર્યો હતો કે ખાનગી સમર્થન કરતાં રાજ્યનું સમર્થન ભૂખમરા સામે વધુ સારી ગેરંટી છે, પરંતુ મને લાગે છે કે આમાં સેન્સરશીપને અવગણવા માટે ખૂબ તૈયારી મને દેખાય છે. સામાન્ય વાક્ય એ હતું કે કલાકાર માટે અરાજક વ્યક્તિવાદી કરતાં સમુદાયના જવાબદાર સભ્ય બનવું વધુ સારું છે. 

જોકે, મુદ્દો બેજવાબદાર 'સ્વ-અભિવ્યક્તિ' અને શિસ્ત વચ્ચેનો નથી; તે સત્ય અને અસત્ય વચ્ચેનો છે. કલાકારો સૌંદર્યલક્ષી શિસ્ત સામે એટલો વાંધો ઉઠાવતા નથી. આર્કિટેક્ટ્સ થિયેટર અથવા ચર્ચને સમાન રીતે સરળતાથી ડિઝાઇન કરશે, લેખકો માંગ અનુસાર ત્રણ-ભાગની નવલકથામાંથી એક-ભાગમાં  કે નાટકમાંથી ફિલ્મમાં પરિવર્તન કરશે. પરંતુ મુદ્દો એ છે કે આ એક રાજકીય યુગ છે. એક લેખક અનિવાર્યપણે સમકાલીન ઘટનાઓ વિશે લખે છે - અને સીધી રીતે આ બધી કળાઓને લાગુ પડતું નથી - અને તેનો હેતુ તે કહેવાનો છે જેને તે સત્ય માને છે. પરંતુ કોઈ સરકાર, કોઈ મોટી સંસ્થા, સત્ય માટે ચૂકવણી કરતી નથી. એક અણઘડ ઉદાહરણ લઈએ : શું તમે કલ્પના કરી શકો છો કે બ્રિટિશ સરકાર ઇ. એમ. ફોર્સ્ટરને "અ પેસેજ ટુ ઇન્ડિયા" લખવાનું કામ સોંપી શકે? તે ફક્ત એટલા માટે લખી શક્યા કારણ કે તે રાજ્ય સહાય પર નિર્ભર નહોતા. આ ઉદાહરણને દસ લાખથી ગુણાકાર કરો, અને તમે તેમાં જે જોખમ છે તે જોઈ શકાશે - જોખમ ખરેખર, કેન્દ્રિય અર્થતંત્રમાં નહીં, પરંતુ સ્વતંત્રતાની કિંમત શાશ્વત તકેદારી છે એટલું યાદ રાખ્યા વિના આપણે સામૂહિક યુગમાં આગળ વધી રહ્યાં છીએ તેમાં છે.  

                                               +                 +                      +                      + 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

                                           +                 +                      +                      +

As I Please (1944 – 45) : Part III ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ પર ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો