ટ્રાન્સજેન્ડરોની ગ્રીક પૌરાણિક કથાઓ છે, જેમ કે ટાયરેસિયસની કથામાંતે નાગણીને મારી નાખે છે ત્યારે તે સ્ત્રી બને છે. પરંતુ આ પ્રબળ સૂર નથી. તેવી જ રીતે, સમલૈંગિકતા હિન્દુ પૌરાણિક કથાઓમાં પ્રબળ સૂર નથી, જોકે શુદ્રી-બ્રાહ્મણિ તીર્થ જેવી કથાઓ સમલિંગ રતિ નારીઓનો પ્રેમ દર્શાવે છે.
આ વિભાજન આધુનિક LGBTIQ રાજકારણમાં જોવા મળે છે. ગ્રીક પૌરાણિક કથાઓથી પ્રભાવિત પાશ્ચાત્ય સંસ્કૃતિ, ટ્રાન્સજેન્ડર કરતાં સમલૈંગિકતાને વધુ સ્વીકારતી જોવા મળે છે. તેનાથી વિપરીત, હિન્દુ પૌરાણિક કથાઓથી પ્રભાવિત ભારત, સમલૈંગિકો કરતાં ટ્રાન્સજેન્ડરો સાથે વધુ સહાનુભૂતિ દર્શાવે છે. તેથી, આપણી પાસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે, જે ટ્રાન્સજેન્ડર અધિકારો વિશે ખૂબ જ આરામથી બોલે છે, પરંતુ યોગ નિષ્ણાત અને FMCG ગુરુ રામદેવ બાબા, સ્મલિંગ કામી પુરુષો વિશેના અધિકારોનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે, તેઓ તો આગ્રહ રાખે છે કે તે એક રોગ છે જેનો ઉપચાર શાસોચ્ચશ્વાસ દ્વારા થાય તે જરૂરી છે. ઉજ્જૈન ખાતે સિંહસ્થ કુંભ મેળામાં, સરકારને ટ્રાન્સજેન્ડરો (સ્થાનિક રીતે કિન્નર તરીકે ઓળખાતા) માટે શૌચાલય પૂરા પાડવામાં કોઈ સમસ્યા નહોતી. અમેરિકામાં ટ્રાન્સજેન્ડરોના શૌચાલય અને ટ્રાન્સજેન્ડર લોકો માટે પૂરવ્ગ્રહ ધરાવતા નારીવાદીઓના ઉદય પરની ચર્ચાઓ સાથે આની તુલના કરો.
અબ્રાહમિક ધર્મો સમલૈંગિકતા અને લિંગના બધા સંદર્ભોને ટાળે છે. ઈશ્વર સ્પષ્ટપણે પુરુષ છે અને તેમના મોટાભાગના અગ્રણી પયગંબરો પણ પુરુશછે. ડેવિડ અને શાઉલના પુત્ર જોનાથન વચ્ચે સમલૈંગિક પ્રેમની કથાઓ પરંતુ ધ્યાન, ભગવાન દ્વારા નાશ કરવામાં આવ્યો હતોએવાં, સદોમ અને ગોમોરાહ શહેરો પર છે કારણ કે આ શહેરના રહેવાસીઓ સમલૈંગિકોનો આનંદ માણતા હતા. આ પૌરાણિક કથાઓમાંથી વધુ રૂઢિચુસ્ત યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામિક સમુદાયોમાં જોવા મળતો સમલૈંગિકતા માટેનો અને સમલિંગકામીઓ માટેનો ભય નિપજ્યો.
ભારતમાં સમલૈંગિકતા માટેના અને સમલિંગકામીઓ માટેના ભયનાં મૂળ રૂઢિચુસ્ત ખ્રિસ્તી અને ઇસ્લામિક સમુદાયોમાંથી અને હિન્દુ ધર્મને અબ્રાહમિક તરાહ પર ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરતા હિન્દુ સર્વોપરીવાદીઓમાંથી શોધી શકાય છે. રસપ્રદ વાત એ છે કે, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાના ઘણા ભાગોમાં, બચ્ચા-બાઝી (પુરુષ-છોકરા કામુક સંબંધો) ની પ્રથા પ્રચલિત છે, અને સ્ત્રી ટ્રાન્સજેન્ડરોને સ્ત્રીઓ તરીકે જોવામાં આવે છે, પરંતુ બંનેમાંથી કોઈને અકુદરતી અથવા ક્વિઅર હોવાનું ઠેરવવામાં આવતું નથી. હિન્દુ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ત્રણ લિંગનો સ્પષ્ટ ઉલ્લેખ છે: પુરુષ, સ્ત્રી અને ક્વિઅર. એવા પુરુષો માટે, સંસ્કૃતમાં ક્લીબ; પાલીમાં પંડક ઘણા શબ્દો છે જે સંપૂર્ણપણે પુરુષો નથી અને સ્ત્રીઓ જે સંપૂર્ણપણે સ્ત્રીઓ નથી.. કોઈ પણ નકારી શકે નહીં કે ટ્રાન્સજેન્ડર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે.
પણ સમલૈંગિકતા? પુરુષો પુરુષોને પ્રેમ કરે છે અને સ્ત્રીઓ સ્ત્રીઓને પ્રેમ કરે. તે એટલું સ્પષ્ટ નથી, અને અર્થઘટન અને દલીલ માટે અવકાશ રહે છે. મંદિરોમાં, દેવી ઘણીવાર બીજી દેવી સાથે સ્થાપિત હોય છે; મંદિરની દિવાલો પર આપણને બે ઋષિઓ હંમેશા સાથે જોવા મળે છે. આપણે આ મૂર્તિઓઓ કેવી રીતે સમજીએ છીએ? જો તમે મૂળભૂત રીતે માનતા હો કે કોઈપણ પ્રકારની કામક્રીડા ખરાબ છે અને તમારી કામવાસનાઓથી શરમ અનુભવો છો, તો સમલૈંગિકતા (અથવા તેના હળવાં લાગતાં સંસ્કરણો), સમકામવાસના અને સમસામાજિકપ્રિયતાનાં સૂચન પણ તમારાં આંતરવસ્ત્રને ઊંચુંનીચું કરી નાખી શકે છે.
- મિડ-ડે માં ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Transgenders versus homosexualsનો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૨
ઓગસ્ટ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો