શુક્રવાર, 7 ઑગસ્ટ, 2026

એવું કંઇક કરીએ જે બીજાં માટે પ્રેરક કહાની બની રહે

ઉત્પલ વૈશ્નવ
મારાં વ્યવસાય-વિશ્વને કર્મચારીઓ થકી

ઘડવામાં મને ક્યારેય રસ નથી પડ્યો.


હા, લોકો દાખલ જરૂર કર્મચારીઓ તરીકે થાય છે. 

પરંતુ અમે એવું વાતાવરણ રચીએ છીએ કે એ લોકો 
ઉદ્યોગ સાહસિક તરીકેની ભાવનાથી ખીલે.

એમાંથી કેટલા ઉદ્યોગ સાહસિકો પણ પાકે છે. .

- કેટલાક અમારી  EightQor પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થામાં નીવડે છે.
- કેટલાક બહાર જઈને ઉભરે છે.

જીત તો બન્ને કિસ્સાઓમાં છે. 
કેમકે સંસ્થા માટે ખરાં પરિણામ
તેનં ઉત્પાદનો કે તેણે ઊભી કરેલી નવી કંપનીઓ જ નથી.

એ તો નવઘડતર કરનારાંઓ છે. 

મારૂં કામ એ મોકળાશ ઊભી કરવાનું છે. 

તમારૂં કામ છે એવું કંઇક કરવાનું  જે બીજાં માટે પ્રેરક કહાની બની રહે.

+        +       +

પાદ નોંધઃ


થોડા દિવસો પહેલાં મેં
વિનય કામથનું પ્રેરક પુસ્તક, Titan: Inside India's Most Successful Consumer Brand  વાંચ્યું હતું. 

પરંતુ એ પુસ્તક પરથી બનેલી વેબસિરીઝ જોવા માટે મને આગ્રહપૂર્વકનું સૂચન ૬,૨૩૦ કિ. મી.. દૂર બેઠેલ કવિતાએ કર્યું.

મને એ સૂચન બહુ જ આનંદદાયક નીવડ્યું.

ઘણી વાર આપણે કેટલીય વાતો જાણતાં હોઈએ છીએ. 

પરંતુ  એ વિશેનો કોઈ અલગ જ અનુભવ આપણામાં નવો જ દૃષ્ટિકોણ ખોલી આપે છે. 

આ વેબ સિરીઝ જોવી એ પણ એવો જ એક અનુભવ રહ્યો..

હવે મારી અંદર માત્ર કંપનોઓ કે કપનીઓનું ઝુમખું નહીં, પણ Tata Group જેવી સસ્થાનું ઘડતર કરવાનો તણખો પ્રગટ્યો છે.  

+        +       +

થોડાં વર્ષો પછી #LifeAtUpsquare યાદ કરીને કહેશે - 'ટાઈટન યાદ આવે છે?"

રૂમમાં બેઠેલ દરેકને બરાબર ખ્યાલ આવી જશે કે શેની વાત થઈ રહી છે. 


ગયે અઠવાડીયે
, અમે બધાંએ એક સાથે વેબસિરીઝ Made in India: A Titan Story જોઈ.

એક બેઠકે નહીં. 

દરરોજના બબ્બે કલાક કરીને ત્રણ દિવસ લાગ્યા.

પહેલે દિવસે મધ્યાંતરમાં બધાંએ પૉપકૉર્નની મજા માણી. 

બીજે દિવસે બધાં પોતાનાં લચબોક્ષમાં કંઈક ને કંઇક વાનગીઓ લઈ આવ્યાં હતા. શાળાના દિવસોની જેમ બધાંએ દાબડા ઉજાણી કરી. અમારી ટેક કંપની એ દિવસે શાળાના રિયુનિયનના મુડમાં ફેરવાઈ ગઈ હતી. 

ત્રીજે દિવસે સિરીઝ પુરી થઈ એટલે ટેરેસ પર પાણીપુરીની જ્યાફત પણ માણી. 

આ બધાં વચ્ચે અમે સંસ્થાના ઘડતરની પરિકલ્પનાનું ચિત્ર પણ મનમાં દોરી લીધું.

જ્યારે પરિણામોમાં અનિશ્ચિતતા દેખાતી હોય ત્યારે ધીરજ રાખવાનું મૂલ્ય સમજાયું. 

પુરાવો દેખાય તે પહેલાં ભરોસાની પ્રતિતી કરવાનું સમજાયું.

કંઇ પણ નિશ્ચિત, નક્કર દેખાવા લાગે તે પહેલાં તેની પાછળ લાગેલી વર્ષોની જહેમતની કિંમત સમજાઈ. 

પરંતુ, કોઈ અનુભવને સાથે અનુભવવાની ખરી ખુબી પછીથી કળાવા લાગે છે. 

કંપનીના દરેક સભ્ય પાસે હવે એક સમાન સદર્ભ રેખા છે.

મહિનાઓ પછી જ્યારે કોઈ વાત સમજાવવાની થશે ટાઈટનના કોઇ વિચારનાં દૃશ્યોને જ યાદ કરાવવાનાં રહે. તો કોઈએ ટાઈટનનાં કોઈ પાત્ર, કે નિર્ણય-પ્રક્રિયા કે પેલી મુશ્કેલ ઘડીઓની યાદ કરાવવાની રહે. 

ચર્ચાઓ માટે મિટિંગો કે પ્રેઝન્ટેશન વગેરે , કદાચ, જરૂર જ ન પડે. 

સંદર્ભ તો બધાંની આંખ સામે જ છે.

#Upsquareની બાબતે પણ આપણે એવું જ વિચારતાં થઈશું.

દરેક કંપનીની પોતપોતાની ભાષા, ધીમે ધીમે, વિકસવા લાગે છે.

કંઈક કામ શીખવે છે.

કંઈક નિષ્ફળતાઓ શીખવી જાય છે.

કંઈક લોકો અંદરોઅંદર એ બીજને વિકસાવી લે છે.

તો કેટલુંક સાથે રહીને થયેલા અનુભવો શીખવવાનું સિંચન કરે છે. 

કંપનીની સંસ્કૃતિના મૂળિયાં કંપનીના લોકોનાં સંસ્મરણોનાં જાળાંઓના સમુહોમાં કાયમનો વસવાટ કરે છે. 

માટે જ, જે યાદો આપણે સર્જીએ છીએ તે વિશે થોડું વધારે વિચારશીલ થઈએ.


ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ,  Your work is to build something worth telling a story about નો અનુવાદ

અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૭ ઓગસ્ટ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો