ઉત્પલ વૈશ્નવ
મિટિંગ દરમ્યાન કોઈએ કહ્યું, "AI એ ન કરી શકે."
દસમાંથી નવ વખત, આવું વાક્ય સાવ સાચું નથી
હોતું.
એટલા માટે નહીં કે, સમસ્યાના ઉકેલો, કે હવે AI મોડેલો, માં સુધારાઓ થતા રહે જ છે.
પરંતુ એટલા માટે કે (સમસ્યાના) ઉકેલોની સીમાઓ
ક્યાંથી વિસ્તરી શકે તેનો અંદાજ અધુરો કે ખોટો હોય છે.
બાલ્કનીમાં ઉભેલા એક માણસે આ વાત જોઈ શકાય તેમ કરી બતાવ્યું.
કબુતરો દ્વારા માળાઓ બાંધવાના ત્રાસનો કોઈ ઉકેલ નહોતો મળતો.
એણે બાલ્કનીની દિવાલ પર કેમેરા ગોઠવ્યો. હથેળીથી પણ નાનાં એક
પાટીયાં પર (AI આધારિત ) ભાળ કાઢતું - detection - (જેમ કે Vision AI) મોડેલ[1]
ચલાવ્યું, અને
પછી તેને પાણીની પિસ્તોલ સાથે વાયરથી જોડી દીધું.
કબુતર આવે, પાણીની પિચકારી છૂટ્રે, કબુતર ઉડી જાય. જરા પણ ઈજા પામ્યા વિના.
https://www.reddit.com/r/SideProject/s/DXhUR5yhP0 [2]
તેણે એ મોડેલ માટે ક્યારે પણ કબુતરની તસવીરો ન વાપરી.
તેણે તો 'કબુતર' ટાઈપ કર્યું અને મોડેલને એ શબ્દ ઓળખાવ્યો.
દૃષ્ટિકોણમાં નાનો-સો ફરક, અને સિસ્ટમ નવા જ પ્રકારની બની ગઈ.
કમ્પ્યુટરનાં મોટાં ભાગનાં કામો શી રીતે થશે તે
તેના માટે સોફ્ટવેરની રચના સમયે જ નક્કી થઈ જતું હોય છે. તેમાં કઈ પણ ફેરફાર કરવો એટલે કોડીંગ
સુધારવું કે નવેસરથી કરવું.
અહીં, પ્રોગ્રમનાં પરિણામોની વર્તણૂકને તો પહેલે તબક્કે જ સુધારી
લેવાઈ છે.
એટલે, પ્રોગ્રામની રચના દરમ્યાનના આવશ્યક અવરોધને હટાવી લેવાયો છે. હવે ચિત્રને
બદલે તમને યોગ્ય લાગે એ મુજબનું નામ મુકી દેવાયું છે.
આ બહુ શાંત ફેરફાર છે. આવા શાંત ફેરફારની
કલ્પના કરવી અને તેને પ્રોગ્રામમાં સામેલ કરવા એ સામાન્યપણે ખર્ચાળ નીવડતું હોય
છે. પોતાને
મર્યાદિત કરનાર અવરોધનું ઈષ્ટતમકરણ કરવું ટીમ માટેની એક સતત ચાલતી પ્રવૃતિ છે.
હવે તમારી પોતાની જરૂરિયાત ઉપર તેને ચકાસો.
છેલ્લે જેને અશક્ય કહ્યું હતું, તેને પસંદ કરો. તેને એક જ શબ્દમાં વર્ણવો.
મોટા ભાગે, અશક્યતા એ રીતે સ્પષ્ટ થતાં વાકયને કારણે ઓગળી જાય છે.
ક્યારેક એવું ન થાય.
તો એ ફરી એક વાર નક્કર પાઠ શીખવાની તક છે.
ખેર, બન્ને કિસ્સામાં ખરો અવરોધ શું હતો એ તો તો તમે ખોળી
કાઢ્યું છે.
મોટા ભાગે, અશક્ય
કંઈ જ નથી હોતું. તેને ખરેખર ઓળખી ને સ્પષ્ટ નથી કરાયું હોતું.
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, The problem definition misdiagnoses
where the limit lies નો અનુવાદ
અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૪
સપ્ટેમ્બર૨૦૨૬
[1] How to Detect People Using YOLO and Google
Generative AI
[2] (Credit: built and first shared by u/muxamilian on r/SideProject onReddit.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો