શુક્રવાર, 26 જાન્યુઆરી, 2018

૧૦૦ શબ્દોમાં : આ...હા..તારી સંભાવનાઓ!



તારી ખોજને કારણે
સમગ્ર સફર
સાચે જ અર્થસભર
બની રહી છે...
તું નજર સામે આવતાં જ મારી આંખ હસી પડે છે
અને એ ઘડીને સંઘરી લે છે.
આ શરૂ થયેલ સફરમાં
અંધારાં, અજવાળાં,
અનિશ્ચિતતાઓ અને પડકારો
સફળતાઓ અને વિફળતાઓ
આવતાં રહેશે...
એ જેટલું જોઇ શકશે
તેટલું સર્વ જોશે પણ.
આજની ધડીનો
મતલબ લુપ્ત થઇ
ભાવિ આજની ઘડીનાં રૂપે
અવતરવાનો પણ હોય...
તે વચ્ચે પ્રેરણા આપતી રહે
જે થકી કરવાં જ જોઇએ
તે સઘળાં કાર્યો કરીએ
અને સર્વગ્રાહી જવાબદારી નિભાવીએ.
તેથી જ તે આટલી પ્રભાવશાળી છે...
આપણે જેવાં કાર્યો કરતાં જઇએ
તેમ તેમ વધારે શક્તિશાળી બનતાં જાઇએ છીએ.
આ...હા..તારી સંભાવનાઓ !
Ø  મૂળ કૃતિ સંદર્ભઃ In 100 Words: Oh Thy Possibility!
અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો