શુક્રવાર, 13 નવેમ્બર, 2020

અભિલાષાઓ

 - ઉત્પલ વૈશ્નવ

આજનાં સ્ત્રી કે પુરુષ, જે

સમાજની સૌથી વધારે ચતુર વ્યક્તિ હોઈ શકે; 👨🏻🎓

સૌથી વધારે શૈક્ષણિક લાયકાતો ધરાવી શકે; 🏆

મોભાદાર આવકનાં ધની હોઈ શકે; 💵

પણ જીવે છે સાવ પ્રાણવિહિન જીવન.🍂


મરવાને વાંકે જીવતા ખેતમજૂર કે શહેરમાં સબડતો દાડિયો મજૂર. 🧟‍♂‍

આની કે તેની પાછળા હવાતિયાં મારતી જિંદગી કે કાળી મજૂરીની દોડંદોડ,

છે માત્ર અભિલાષાઓની પાછળની એક અંતહિન દોડ. 🏃‍♂‍🏃🏻‍♀


એ અભિલાષાઓ તો સ્વ-અસ્વીકારનું સ્વરૂપ માત્ર જ છે🙅🏻‍♂‍










સત્યનો જ્યારે થાય સામનો,
નબળી વ્યક્તિ પોતાનાં જીવનનો અંત લાવવાનું 'વિચારે', 🏴‍☠‍
સામર્થ્યવાન પોતાની અભિલાષાનો અંત લાવવા 'કામ' કરે ! 😇


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો