બુધવાર, 13 જાન્યુઆરી, 2021

સ્પૅનિશ વટાણા વેરાણા ચોતરફ (૧૯૩૭) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

 Spilling the Spanish Beans ના પ્રસ્તુત અનુવાદના પહેલા અને બીજા આંશિક ભાગમાં આપણે જ્યોર્જ ઑર્વેલના મૂળ અંગ્રેજી લેખનો ૧૯ જુલાઈ, ૧૯૩૭ના રોજ પ્રકાશિત ભાગ આવરી લીધો છે, હવે આજના આ ત્રીજા અને અંતિમ આંશિક અનુવાદમાં મૂળ લેખના ૨ સપ્ટેમ્બર, ૧૯૩૭ના રોજ પ્રકાશિત ભાગની વાત કરી રહ્યાં છીએ.

પ્રસ્તુત લેખના પહેલા ભાગમાં મેં એમ સુચવ્યું હતું કે સરકારના પક્ષે તો સ્પેનનો ખરો સંઘર્ષ ક્રાંતિ અને પ્રતિ-ક્રાંતિ વચ્ચેનો હતો; સરકારને ફ્રાંકોની સામે હાર ન ખાવી પડે તેની જેટલી ચિંતા હતી તેનાથી વધારે ચિંતા તો આ આંતરવિગ્રહની સાથે સાથે જે કંઈ ક્રાંતિકારી પરિવર્તન થઈ રહ્યાં હતાં તે હતાંનહતાં કરવાની હતી.

કોઈપણ સામ્યવાદી આ સુચનને ક્યાં તો ગેરસમજણ કે પછી ક્યાં તો જાણીજાઈને આચરેલ અપ્રમાણિકતા કહીને નકારી કાઢશે. તે તો તમને એમ જ કહેશે કે સ્પેનની સરકાર ક્રાંતિ કચડી નાખવા માગતી હતી એ વાત જ બકવાસ છે, કેમકે ક્રાંતિ ક્યારેય થઈ જ નહોતી; અમારૂં અત્યારે કામ તો ફાસીવાદને હરાવી લોકશાહીની રક્ષા કરવાનું છે. આ વિષયમાં સામ્યવાદીઓનો પ્રતિ-ક્રાંતિ પ્રચાર શી રીતે કામ કરે છે તે જોવું બહુ મહત્ત્વનું બની રહે છે. ઈંગ્લેંડમાં સામ્યવાદી પક્ષ બહુ જ નાનો છે તેથી આ વાતને ઈંગ્લેંડ સાથે કોઈ લેવા દેવા નથી એમ માનવું ભુલભરેલું થશે. જો બ્રિટન યુ.એસ.એસ.આર. સાથે મૈત્રી-કરાર કરે તો આપણને આ વાતની પ્રસ્તુતતા તરત જ સમજાઈ જશે; અથવા તો તે પહેલાં પણ સમજાઈ જઈ શકે છે કેમકે જેમ જેમ મુડીવાદી સમાજ સમજશે કે હવેનો સામ્યવાદ પોતાનો ખેલ પાડી રહ્યો છે તેમ તેમ સામ્યવાદી પક્ષનો પ્રભાવ તો વધતો જ રહેવાનો - દેખીતી રીતે વધી પણ રહ્યો છે.

બહુ વિગતમાં પડ્યા વગર કહેવું હોય તો કહી શકાય કે સામ્યવાદી પ્રચારનો આધાર લોકોને ફાસીવાદના (જે વાસ્તવિક પણ છે) ત્રાસથી ગભરાવી મારવા પર રહેલો છે. તેમાં પાછું એટલું ઉમેરી દેવાનું કે - ચોખ્ખા શબ્દોમાં નહીં પણ ગર્ભિતાથમાં - ફાસીવાદને મુડીવાદ સાથે કંઈ લેવાદેવા નથી. ફાસીવાદ એક અર્થવિહિન દુષ્ટતા છે, આડા માર્ગે ફંટાવું છે, 'સામુહિક પરપીડનાસક્તિ' છે, માણસજાતનો નાશ જ કરવાનું ગાંડપણ ધરાવતાં પાગલખાનાંને અચાનક જ ખુલ્લું છોડી દેવામાં આવેને જે હાલત થાય એવી એક બાબત છે. આજનો ફાસીવાદ આ પ્રકારનો છે એમ કહીને , કમસે કમ ટુંકા ગાળા પુરતું પણ, તમે , કોઈ પણ પ્રકારની ક્રાંતિકારી ચળવળ ચલાવ્યા સિવાય જ, જનસમુહનો અભિપ્રાય કેળવી શકો છો. ફાસીવાદની સામે મવાળ મધ્યમવર્ગી 'લોકશાહી', એટલે કે મુડીવાદ, ઊભો કરી દઈ શકાય છે.પરંતુ એ દરમ્યાન ફાસીવાદ અને મવાળ મધ્યમવર્ગી 'લોકશાહી' તો એકબીજાંથી અલગ ઓળખી ન શકાય એવાં જોડીયાં છે એમ કહેનાર વ્યક્તિને તો દુર હટાવવો જ રહ્યો. તમે તેને અવ્યવહારૂ તરંગી દીર્ઘદૃષ્ટા કહેવાથી શરૂઆત કરી શકો. તમે કહી શકો કે તે વાતને અકારણ ગુંચવે છે, તે ફાસીવાદ-વિરોધી પરિબળોમાં ભાગલા પડાવે છે, કે પછી આ સમય ક્રાંતિકારી સુત્રોચ્ચારોનો નથી, કે પછી કહી શકો કે અત્યારે તો સમય છે કોની સમે લડી છીએ તેની વધારે કડાકૂટમાં પડ્યા સિવાય જ ફાસીવાદ સામે લડવાનો.  જો તે હજુ પણ ચુપ ન થાય તો પછી, તમારી ધુન બદલીને તેને તમે દેશદ્રોહી પણ જાહેર કરી શકો. કે પછી જો તમે તેને અમુક ચોક્કસ છાપ જ લગાવવા માગતાં હો તો તેને ' ટ્રોટ્સ્કીવાદી' જાહેર કરી દો !

અને આ ટ્રોટ્સ્કીવાદી એટલે શું? આ ખતરનાક શબ્દ બ્રિટનની અંદરબહાર ગુસપુસનાં સ્વરૂપે આવી જઈ રહ્યો છે. પણ,  સ્પેનમાં આ જ ઘડીએ તમને જેલના સળિયા પાછળ ધકેલી દઈ શકે છે અને ત્યાં અનંતકાળ સુધી, કોઈ જ દાદફરિયાદ વગર, ગોંધી રાખી શકે તેમ છે. એ માટે તમે ટોટ્સ્કીવાદી છો એટલી અફવા પણ પૂરતી છે. આપણે થોડા સમય પછી તેના  વિશે વધારે સાંભળીશું. ટ્રોટ્સ્કીવાદી -  કે ટ્રોટ્સ્કી-ફાસીવાદી - શબ્દ સામાન્યપણે છદ્મવેશી ફાસીવાદી માટે વપરાય છે જે પોતાને અતિ-ક્રાંતિકારીમાં ખપાવી ડાબેરી પરિબળોમાં ભાગલા પડાવવા માગતો હોય છે. પણ તેની ખાસ શક્તિ તો તેના ત્રણ જુદા જુદા અર્થમાં રહેલ છે. તેનો અર્થ એવી વ્યક્તિ થઈ શકે જે ટ્રોટ્સ્કીની જેમ વિશ્વ ક્રાંતિ ઈચ્છતી હોય; કે ટ્રોટ્સ્કી જે સંસ્થાના વડા હોય તેનો તે સભ્ય હોય - આ જ આ શબ્દનો ખરો અર્થ છે - કે પછી અગાઉ કહ્યું છે તેમ છદ્મવેશી ટ્રોટ્સ્કીવાદી હોય.આ ત્રણેય અર્થને એકબીજા પર ધારીએ ત્યારે ચડાવઉતાર કરી શકાય છે. પહેલા અર્થ સાથે બીજો અર્થ ન પણ બેસે અને બીજા અર્થ સાથે ત્રીજો અર્થ લગભગ બેસતો હોય છે. આમ : ‘અબક વિશ્વ ક્રાંતિની તરફેણમાં બોલતો સાંભળવા મળે છે; માટે તે ફાસીવાદી છે.' સ્પેનમાં, અને અમુક અંશે બ્રિટનમાં પણ, જો કોઇ ક્રાંતિમય સમાજવાદની - એટલેકે અમુક વર્ષો પહેલાં સામ્યવાદી પક્ષ જેની દુહાઈ દેતો હતો - દુહાઈ દેતો સાંભળવા મળે તો તે ફ્રાંસ કે હિટલરનો પગાર ખાતો ટોટ્સ્કીવાદી હોવાની શંકાનાં વાદળમાં ઘેરાઈ જઈ શકે છે.

આ આક્ષેપ બહુ માર્મિક છે, કેમકે કોઇ પણ કિસ્સામાં જો કોઈને તેનાથી ઉલટું જાણતું ન હોય, તો તે સાચું જ લાગે છે. ફાસીવાદી જાસૂસ મોટા ભાગે પોતાની ઓળખને ક્રાંતિકારી  તરીકે જ બતાવીને છુપાવતો હોય છે. સ્પેનમાં, જેના અભિપ્રાયો સામ્યવાદી પક્ષથી વધારે ડાબેરી હોય તે વહેલો કે મોડો ટ્રોટ્સ્કીવાદી, કે પછી, ક્મસેકમ, દેશદ્રોહી તરીકે ઓળખી  પાડવામાં આવે છે. આંતરવિગ્રહની શરૂઆતમાં P.O.U.M. - (સ્પેનિશમાં) Partido Obrero de Unificación Marxist અથવા (અંગ્રેજીમાં) વર્કર્સ' પાર્ટી ઓફ માર્ક્સિસ્ટ યુનિફીકેશન , અથવા (ગુજરાતીમાં માર્ક્સ્વાદી એકકીરણ મજ્દૂર પક્ષ) - , જે બ્રિટનના I.L.P. - ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી - સ્વતત્ર મજદૂર પક્ષ-  ની લગભગ સમકક્ષ કહી શકાય, એક સ્વીકૃત પક્ષ હતો, જેણે કેટાલોનીય મંત્રી પણ સરકારમાં આપેલ છે જેને પછીથી સરકારમાંથી હકાલી કાઢવામાં આવેલ; પછીથી તેના પર ટ્રોટ્સ્કીવાદી તરીકેનું દોષારોપણ થોપી મારવામાં આવેલ અને તે પછી તેને દબાવી દેવા માટે તેનો જે કોઈ સભ્ય પોલીસના હાથે ચડતો તેને જેલમાં ધકેલી દેવાતો.

હજુ થોડા મહિનાઓ પહેલાં જ, સામ્યવાદી પક્ષ ઉપરાંત  ધ ઍનાર્કૉ-સિન્ડિકેટલિસ્ટો પણ 'કાર્યકારી  રાજભક્ત' તરીકે ઓળખાતા હતા. પછી ધ ઍનાર્કૉ-સિન્ડિકેટલિસ્ટોને સરકારમાંથી ખદેડી મુકાયા; પછી ખબર પડી કે એ લોકો એટલા બધા રાજભક્તો પણ નહોતા; અને હવે, તેઓ દેશદ્રોહી તરીકે ખપાવાની પ્રક્રિયામાં છે. એ પછી ડાબેરી સમાજવાદીઓનો વારો છે. મે ૧૯૩૭ સુધી સામ્યવાદી અખબારોનો આરાધ્ય, ડાબેરી સમાજવાદી પૂર્વ-પ્રધાનમંત્રી, કૅબૅલેરૉ,  'ટ્રોટ્સ્કીવાદી' અને 'લોકોનો દુશ્મન' તરીકે બહારના અંધકારમાં ઓગળી ગયેલ છે. આ જ પ્રમાણે આ ખેલ ચાલતો રહેશે. તેનો તાર્કિક અંત એવું શાસન હશે જેમાં દરેક વિરોધ અખબાર અને પક્ષ દબાવી દેવામાં આવેલ હશે અને થોડું ઘણું પણ મહત્ત્વ ધરાવતો હોય એવો વિરોધી જેલમાં હશે. સ્વાભાવિક છે કે આવું શાસન ફાસીવાદી હશે. એ ફાસીવાદ ફ્રાંકો જે ફાસીવાદ ઠોકી બેસાડત એના જેવો તો નહીં જ હોય, પરંતુ જેને માટે લડી મરવાનું ગમે એટલો તો ફ્રાંકોના ફાસીવાદ કરતાંએ સારો હશે, પણ આખરે ફાસીવાદ તો હશે જ. જોકે એ સામ્યવાદીઓ અને મવાળવદીઓ વડે સર્જાયેલો હશે એટલે એનું નામ કંઈ બીજું હશે.

આ બધાં દરમ્યાન લડાઈનું શું? એ જીતી શકાશે? સામ્યવાદની અસર ક્રાંતિકારી અવ્યવસ્થાની વિરુધ્ધની છે, અને એટલે, રશિયાની મદદ ઉપરાંત, લશ્કરી કાર્યદક્ષતા સુધારવા તરફ રહેશે. જેમ અરાજકતાવાદીઓએ ઓગસ્ટથી ઑક્ટોબર, ૧૯૩૬ સુધી સરકારને બચાવ્યે રાખી, તેમ સામ્યવાદીઓ તેને ઓક્ટોબર પછીથી બચાવ્યે રાખી છે.  પરંતુ રક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં તેઓએ (સ્પેનની અંદર, બહાર નહીં) ઉત્સાહ મારી નાખ્યો. એ લોકો લશ્કરીકરણ માટેની ફરજિયાત ભરતી વડે લશ્કર શક્ય બનાવ્યું એટલું જ નહીં, પણ જરૂરી પણ બનાવ્યું. એ વાતની નોંધ લેવી જોઇએ કે આ વર્ષ-૧૯૩૭-ના છેક જાન્યુઆરીથી સ્વૈચ્છિક ભરતી તો બંધ જ હતી. ક્રાંતિકારી લશ્કર ઉત્સાહમાંને ઉત્સાહમાં ક્યારેક જીતી જઈ શકે, પણ ફરજિયાત ભરતી વડે ઊભાં કરાયેલાં લશ્કરે તો શસ્ત્રો વડે જ જીતવું પડે. અને સરકાર પાસે ક્યારેય શસ્ત્રોના પ્રભાવની એટલી બધી અધિકતા તો હોવાની શક્યતા જ નથી, સિવાય કે ફ્રાંસ વચ્ચે પડે કે જર્મની  અને ઈટલી સ્પેનનાં સંસ્થાનોના લઈ પાડે અને ફ્રાંકોને લટકતો છોડી દે. એકંદરે, તો બન્નેમાંથી એક પણ પક્ષ મચક ન આપે તેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા વધારે છે.

સરકાર શું ખરેખર જીતવા માગે છે? એટલું તો ચોક્કસ છે કે તે હારવા તો નથી જ માગતી. બીજી બાજુ, ફ્રાંકોની પીછેહઠ અને જરમની અને ઈટલીને સમુદ્રમાં ખદેડવાથી અમુક બહુ મુશ્કેલ સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેમાંની અમુક તો એટલી દેખીતી છે કે તે કોઈ જ નક્કર પુરાવાના અભાવે ઘટનાક્રમના આધારે જ તારણો કાઢવાં પડે, પણ મારૂં એવું માનવું છે કે સરકાર એવાં સમધાન માટે વિચારી રહી હોય જેમં વિગ્રહની પરિસ્થિતિ તો ચાલુ જ રહે.બધી જ ભવિષ્યવાણીઓ ખોટી પડે છે એમ આ પણ ખોટી જ પડશે, પણ હુ થોડું જોખમ ખેડીને કહીશ કે વિગ્રહ જલદી જલદી ખતમ થાય કે પછી વર્ષો સુધી ખેંચાયા કરે, તેનું પરિણામ તો સ્પેનના સીમાડાઓનાં ખરેખરનાં, કે પછી આર્થૈક ક્ષેત્રોમાં વહેંચાઈ ગયેલ, વિભાજનના સ્વરૂપમાં  જ આવશે. હા, એટલું પણ ખરૂં કે આવુ કોઈ પણ સમધાન થાય તો બન્નેમાંથી કોઈ એક પક્ષ,કે કદાચ બન્ને પક્ષ, પોતાનો વિજય થયો છે તેમ તો કહેશે જ.

આ લેખમાં મેં જે કંઈ કહ્યું છે તે સ્પેનમાં, કે ક્દાઅચ ફ્રાંસમાં પણ, તો સાવ સામાન્ય બાબત જ લાગશે. પરંતુ ઈંગ્લેંડમાં, સ્પેનના આંતર વિગ્રહ વિશે ઉત્કટ રસ પેદા થવા છતાં પણ, બહુ થોડાં લોકોએ સરકારી પડદાની પાછળ ચાલી રહેલ આ સંધર્ષ વિશે સાંભળ્યું હશે. જોકે, એમ થવું એ કોઈ અકસ્માત નથી. સ્પેનની સ્થિતિ ન સમજાય એ માટે બહુ ઈરાદાપૂર્વક કાવતરું ઘડાયું છે (હું તેનાં વિગતે ઉદાહરણો ટાંકી શકીશ). જ લોકો બહુ સારી રીતે સમજી શકે છે તેઓએ પોતાને  એ જમીની છેતરપિંડીને વશ થવા દીધાં છે કે સ્પેન વિશે સાચું કહેવાથી તે ફાસીવાદી પ્રચાર તરીકે ઉપયોગમાં લેવાશે.

આવી ભીરૂતા ક્યાં લઈ જશે તે તો સ્પષ્ટપણે દેખાય છે. જો બ્રિટિશ પ્રજાને સ્પેનના આંતરવિગ્રહ વિશે સાચી માહિતી મળતી રહી હોત તો તો ફાસીવાદ શું છે અને તેની સામે કેમ લડી શકાય તે જાણવાની તેમને તક મળી હોત. થયું છે એવું કે ન્યુઝ ક્રોનિકલનું કર્નલ બ્લિમ્પ્સ દ્વારા આર્થિક શુન્યાવકાશને પોતાના શોરગુલ વડે ભરી દેવા જેવાં  ફાસીવાદનાં એક પ્રકારના આત્મઘાતી પાગલપન તરીકેનું વૃતાંત બહુ જ મજબુત પક્ડ જમાવી ચુક્યું છે. આમ આપણે 'ફાસીવાદ સામેનાં'(સરખાવો ૧૯૧૪ની 'લશ્કરવાદ સામેનાં)મહાયુદ્ધથી એક કદમ નજદીક છીએ, જે બ્રિટિશ પ્રકારના ફાસીવાદને પહેલાં અઠવાડીયામાં આપણે ગળે ગાળિયો થવા દેશે.

+    +    +    +    +

આ લેખને જ્યોર્જ ઑર્વેલની પોતાના વિચારોને વ્યક્ત કરવાની ક્ષમતાના સંદર્ભે જ મુલવવો જોઈએ. આંતર વિગ્રહનાં જુદાં જુદાં પાસાંઓ વિશે તેમનં જે મંતવ્યો અહીં જોવા મળે છે તે વિશે બીજાનેક વિવેચકોએ જુદા જુદા સમય એજુદા સંદર્ભમાં વિગતે ચર્ચાઓ કરી છે.ખુદ જ્યોર્જ ઑર્વેલના પણ આઅ પછી થોડા બીજા લેખ અને એક આખું પુઅસ્તક પણ પ્રકાશિત થયાં છે. એટલે અહીં તેમણે વ્યક્ત કરેલા વિચારો વિશે ચર્ચા કરવી એ કદાચ ઉતાવળ ગણી શકાય.

તે ઉપરાંત પ્રસ્તુત અનુવાદ શૃંખલાના વ્યાપની સંદર્ભમાં પણ એ ચર્ચા અસ્થાને બની રહે.

 +    +    +    +    +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Spilling the Spanish Beans નો આંશિકઅનુવાદ 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો