બુધવાર, 23 ઑગસ્ટ, 2023

શાંતિવાદ અને યુદ્ધ (૧૯૪૨) - [૪] - જ્યોર્જ ઑર્વેલ

 

Pacifism and the War માં જ્યોર્જ ઑર્વેલ યુદ્ધ વિશેના તેમના રાજદ્વારી વિચારોની અસરો પોતાનાં સાહિત્ય પર છે કે નહીં તે વિશે પોતાના વિચારો રજૂ કરી રહેલા જણાય છે. આંશિક અનુવાદ 'શાંતિવાદ અને યુદ્ધ (૧૯૪૨)' ના પહેલા અંકમાં જ્યોર્જ ઑર્વેલ યુદ્ધ વિશેના તેમના રાજદ્વારી વિચારો રજૂ કરવાની પૂર્વભુમિકા બાંધ્યા પછી ચર્ચાને શાંતિવાદ, મારો ભૂતકાળ અને વર્તમાન અને જ્યોર્જ ઑર્વેલ બૌદ્ધિકોના શિકાર માટે નીકળી પડ્યા છે એમ ત્રણ વિષયોમાં વહેંચી નાખી છે.

આ પહેલાં આંશિક અનુવાદના બીજા અંકમાં શાંતિવાદ, ત્રીજા અંકમાં મારો ભૂતકાળ અને વર્તમાન વિશે એમના વિચારો આપણે જાણી ચૂક્યાં છીએ.

આંશિક અનુવાદના આજના આ ચોથા અને છેલ્લા અંકમાં આપણે જ્યોર્જ ઑર્વેલ બૌદ્ધિકોના શિકાર માટે નીકળી પડ્યા છે જેવાં થોડાં અનોખાં કહી શકાય એવાં શીર્ષક હેઠળ શું કહેવા માગે છે તે સાંભળીશું.   

+                      +                      +                      +

'મિસ્ટર જ્યોર્જ ઑર્વેલ બૌદ્ધિકોના શિકાર માટે નીકળી પડ્યા છે’      - મિસ્ટર ઍલેક્ષ કમ્ફર્ટ.

મેં ક્યારેય ‘બૌદ્ધિકો’ કે ‘બુદ્ધિજીવીઓ’ પર એક જુથ તરીકે હુમલો કર્યો નથી. આ કામ માટે મેં ઘણી બધી શાહી વાપરી નાખી છે, તેમ જ જે સાહિત્યિક જૂથોએ આ દેશમાં ઉપદ્રવ ફેલાવ્યો છે તેમના પર એકેક કરીને હુમલો કરીને મારી જાતને ઘણું નુકસાન પણ કર્યું છે. મારો તેમની સામેનો અકળાટ તેઓ બૌદ્ધિક છે એટલા માટે નહીં એટલા માટે જ છે કે જેમને હું સાચ અર્થમાં બૌદ્ધિક કહેવા માગું છું તે અર્થમાં આ લોકો બૌદ્ધિકો નથી જ. કોઇ પણ એક જૂથનું આયુષ્ય લગભગ પાંચ વર્ષનું છે અને હું એટલા સમયથી તો લખી જ રહ્યો છું કે કેથોલિક ગેંગ, સ્ટાલિનવાદી ગેંગ, અને હાલની શાંતિવાદી અથવા, જેમને ક્યારેક ફાસીફિસ્ટ ગેંગનું હુલામણું નામ આપવામાં આવે છે એવી અલગ અલગ ગેંગોમાંથી ત્રણ ગેંગને આવતી અને બેને જતી જોવા મળે. આ બધા સામે મારી ફરિયાદ એ છે કે તેઓ માનસિક રૂપે અપ્રમાણિક ગણાય એવો પ્રચાર લખે છે અને પરસ્પરને ચાટવા માટે કરીને સાહિત્યિક વિવેચનની અધોગતિ કરે છે. પરંતુ આ વિવિધ વિચારસરણીઓમાં પણ હું વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તફાવત કરીશ. હું ક્રિસ્ટોફર ડોસનને આર્નોલ્ડ લુન સાથે, અથવા મલરોક્સને પામ દત્ત સાથે, અથવા મેક્સ પ્લોમેનને ડ્યુક ઓફ બેડફોર્ડ સાથે મુકવાનું ક્યારેય વિચારીશ નહીં. વળી દરેક વ્યક્તિનું કાર્ય પણ ખૂબ જ અલગ અલગ સ્તરે અલગ અલગ અસ્તિત્વ ધરાવી શકે છે. દાખલા તરીકે, મિસ્ટર કમ્ફર્ટે પોતે લખેલ કવિતા ‘ધ એટોલ ઇન ધ માઇન્ડ’[1]નું મારે મન ખૂબ મૂલ્ય છે, અને હું ઈચ્છું છું કે તેઓ નવલકથાઓના વેશમાં સજ્જ દેખાય એવી નિર્જીવ પ્રચાર પત્રિકાઓને બદલે આવું સાહિત્ય વધુ લખે. પણ જે તેમનો પત્ર તેમણે તમને મોકલવા માટે પસંદ કર્યો છે તે તો અલગ જ બાબત છે. મેં જે કંઈ પણ કહ્યું છે તેનો જવાબ આપવાને બદલે જે શ્રોતાઓને મારી વિચારસરણી વિશે કંઈ ખબર નથી તેમની સામે ઇંગ્લેન્ડમાં મારી 'સ્થિતિ' વિશે ઉપહાસ કરીને તેમને પૂર્વગ્રહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. (લેખકનું મૂલ્યાંકન તેની 'સ્થિતિ'ના આધારે નહીં પણ તેના કામ દ્વારા નક્કી કરવામાં આવે છે.) આ પ્રયાસ 'શાન્તિ’ના એવા પ્રચાર સમાન છે જેમાં હિટલરના રશિયન આક્રમણનો ઉલ્લેખ ટાળવો જરૂરી છે. હું બૌદ્ધિક પ્રામાણિકતાનો આવો અર્થ નથી કરતો. હું બુદ્ધિજીવીઓના કાર્યને ગંભીરતાથી લઉં છું, પણ તેમના ઉપહાસ, બદનક્ષી, પોપટીયા શબ્દસમૂહ અને આપણા અંગ્રેજી સાહિત્ય જગતમાં ફળેલ ફૂલેલ એવી આર્થિક રીતે નફાકારક એવી એકબીજાની પીઠ ખંજવાળ મને પસંદ નથી, અને કદાચ, એ બધું તમારામાં પણ ગમતું નથી.

+                      +                      +                      +

એક સાહિત્યકાર તેમ જ રાજદ્વારી વિવેચકને શોભે એવી શિષ્ટ ભાષામાં જ્યોર્જ ઓર્વેલ અહીં તેઓ જેમને પ્રચાર સાહિત્ય ગણીને હસી કાઢતા રહ્યા છે તે વિશેના તેમના વિચારોનું, તેમના ઉપહાસ, બદનક્ષી, પોપટીયા  શબ્દસમૂહ અને આપણા અંગ્રેજી સાહિત્ય જગતમાં ફળેલ ફૂલેલ એવી આર્થિક રીતે નફાકારક એવી એકબીજાની પીઠ ખંજવાળ મને પસંદ નથી જેવાં એક  જ વાક્યમાં આક્રમકપણે રક્ષણ કરે છે.   

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Pacifism and the Warનો આંશિક અનુવાદ 

+                      +                      +                      +

Pacifism and the War ના અનુવાદને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે શાંતિવાદ અને યુદ્ધ (૧૯૪૨) પર ક્લિક કરો.



[1]

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો